Farmers Protest: મોદી સરકારે ખેડૂતોને લખ્યો 5 પાનાનો પત્ર, કરી આ ખાસ અપીલ
કેન્દ્ર સરકાર તરફથી કહેવાયું છે કે ખેડૂત નેતા દર્શનપાલે જે ઈમેઈલ દ્વારા સરકારના પ્રસ્તાવ પર જવાબ મોકલ્યો છે તે ખુબ જ સંક્ષિપ્ત છે અને તેમાં કશું સ્પષ્ટ નથી. ખેડૂતો તરફથી જવાબમાં એ પણ સ્પષ્ટ નથી કે સરકારના પ્રસ્તાવ પર તેઓ શું વિચારે છે અને તેમનો શું નિર્ણય છે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા(New Farm Laws) પર ખેડૂત આંદોલન(Farmers Protest) ના 25માં દિવસે એકવાર ફરીથી સરકારે સંવાદ માટે પ્રયત્નોમાં ગતિ લાવી છે. એક બાજુ ખેડૂતોએ ભૂખ હડતાળની જાહેરાત કરી છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાંચ પાનાનો પત્ર લખ્યો છે. સરકાર તરફથી ખેડૂતોને મોકલવામાં આવેલા પત્રમાં ક્રમવાર અત્યાર સુધી થયેલી બેઠકની મુખ્ય વાતો અને ઉકેલ ન આવવાના કારણોનો ઉલ્લેખ છે. તથા એકવાર ફરીથી બેસીને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનું આમંત્રણ પણ છે.
Farmers Protest: સોમવારે 24 કલાક સુધી ભૂખ હડતાળ કરશે કિસાન, હરિયાણામાં 25-27 સુધી ટોલ નહીં આપે
આગામી બેઠક માટે તારીખ નક્કી કરો
ભારત સરકાર તરફથી સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે આ પત્ર ક્રાંતિકારી કિસાન યુનિયન (પંજાબ)ના અધ્યક્ષ ડો. દર્શનપાલને લખી છે. આ ઉપરાંત 39 અન્ય ખેડૂત નેતાઓને પણ આ પત્ર લખવામાં આવ્યો છે. ખેડૂતોને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્ર સરકારે શરૂઆતથી લઈને અત્યાર સુધી કયા કયા પગલાં લેવાયા તેની સંપૂર્ણ વિગતો આપી છે. કેન્દ્ર સરકારે એકવાર ફરીથી ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ સરકાર દ્વારા જણાવવામાં આવેલા પોઈન્ટ્સ પર વિચાર કરીને વાતચીત માટેની આગળની તારીખ સૂચવે જેથી કરીને આંદોલન જલદી સમાપ્ત થઈ શકે.
Corona Vaccine:કોરોનાની રસી સામે નવો પડકાર, અદાર પૂનાવાલાએ મોદી સરકારને કરી મહત્વની અપીલ
ખેડૂતોનો જવાબ સ્પષ્ટ નહીં
કેન્દ્ર સરકાર તરફથી કહેવાયું છે કે ખેડૂત નેતા દર્શનપાલે જે ઈમેઈલ દ્વારા સરકારના પ્રસ્તાવ પર જવાબ મોકલ્યો છે તે ખુબ જ સંક્ષિપ્ત છે અને તેમાં કશું સ્પષ્ટ નથી. ખેડૂતો તરફથી જવાબમાં એ પણ સ્પષ્ટ નથી કે સરકારના પ્રસ્તાવ પર તેઓ શું વિચારે છે અને તેમનો શું નિર્ણય છે. ન તો તેમાં એ સ્પષ્ટ છે કે સરકારના પ્રસ્તાવ પર કયા કયા ખેડૂત સંગઠન કયો મત ધરાવે છે.
રાશનકાર્ડ છે તમારી પાસે? તો મળશે 2500 રૂપિયા કેશ....આ રાજ્યની સરકારે કરી મોટી જાહેરાત
કૃષિમંત્રી કરી શકે છે મુલાકાત
બીજા બાજુ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણીને લઈને દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર એક બે દિવસમાં મુલાકાત કરે તેવી શક્યતા છે. શાહે પત્રકાર પરિષદમાં કહ્યું કે હું સમય અંગે સંપૂર્ણ રીતે માહિતગાર નથી પરંતુ ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે તેમની માંગણીઓ પર ચર્ચા માટે તોમર આવતી કાલે (સોમવાર) કે પરમ દિવસે (મંગળવાર) મુલાકાત કરે તેવી શક્યતા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube